14 February 2015

GUJARAT NA DHARMIK STHALO VISHE NI MAHITI.

🍀ધીણોધરનો ડુંગર :
👉ભુજથી આશરે 60 કિમી દૂર આવેલો આ ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. ડુંગર લગભગ 1250 ફૂટ ઊંચો છે. આ ડુંગરમાં થાન મઠ આવેલો છે કે જે પીર અને યોગીઓની રહેવાની જગ્યા છે.

🍀વેમુ :
👉કચ્છ ના મોટા રણની દક્ષિ‍ણ સરહદે એક નાનું ગામ છે. છેલ્લાં 250 વર્ષોથી આ ગામના લોકો પોતાના મુખીની શહાદતનો શોક પાળી રહ્યાં છે.

🍀નારાયણ સરોવર :
👉ભારતનાં પાંચ મુખ્ય પવિત્ર સરોવરોમાં નારાયણ સરોવરની ગણના થાય છે. આ સ્થળ વૈષ્ણવ ધર્મીઓનુ યાત્રાધામ છે.

🍀મુંદ્રા :
👉મુંદ્રા વાડી – બગીચા અને તંદુરસ્ત આબોહવાને કારણે કચ્છના લીલા પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં ખારેકનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે.

🍀માંડવી :
👉ભુજથી દક્ષિ‍ણ-પશ્ચિમમાં આશરે 60 કિમીના અંતરે માંડવી (મડઈ) બંદર તરીકે વિકાસ પામી રહેલું સ્થળ છે. માંડવીનો કિનારો ખૂબ રળિયામણો હોવાથી એક ટીબી સેનેટોરિયમ પણ છે. પવનચક્કીથી વીજળીનું વ્યાપારી ધોરણે ઉત્પાદન થાય છે.

🍀ધોળાવીરા :
👉ઈ. સ. 1967-68 માં ભચાઉ તાલુકામાં ધોળાવીરા ટીંબાની પ્રથમ જાણ થઈ. પુરાતન તત્વના શોધ કાર્ય પ્રમાણે આ સ્થનળે 4500 વર્ષ પહેલાં એક વિશાળ અને ભવ્ય નગર હતું.

🍀કંડલા :
👉કચ્છનું આ બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પોર્ટ છે.

🍀વઢવાણ :
👉વઢવાણ (જૂના સમયનું વર્ધમાનપુર) અને આધુનિક સુરેન્દ્ર નગરની વચ્ચે ભોગાવો નદી વહે છે. ગામમાં સુંદર – શિલ્પસ્થાપત્યભરી માધાવાવ છે. સતી રાણકદેવીની દેરી પ્રખ્યાત છે. વઢવાણ સૌરાષ્ટ્રંનો દરવાજો કહેવાય છે. આઝાદી પછી ભારતમાં સૌપ્રથમ વિલીન થનારું રાજ્ય વઢવાણ હતું.

🍀ચોટીલા :
👉ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા સુરેન્દ્રનગરથી 57 કિમી દૂર ડુંગર પર આવેલું છે. ડુંગરની ટોચ પર ચામુંડાદેવીનું મંદિર છે.

🍀તરણેતર :
👉તરણેતર એ ત્રિનેત્ર શબ્દાનું અપભ્રંશ છે. રાજકોટથી ઉત્તર-પૂર્વમાં 65 કિમી દૂર આવેલું તરણેતર એના મેળા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હાલનું મંદિર ઈ. સ. 1902 માં બંધાયું હતું.

🍀ગાંધીનગર :
👉સને 1964-65 માં ગાંધીનગર ગુજરાતની નવી રાજધાનીનું શહેર બન્યું આખું નગર જ નવેસરથી વસાવાયું. ચંડીગઢના સ્થપતિ લા કાર્બુઝિયેરના નગરયોજના પર ગાંધીનગરની આયોજન-કલ્પના કરવામાં આવી. આખું શહેર 30 સેકટરમાં વિભાજિત કરવામાં આવ્યું. વિધાનસભાનું સ્થાપત્ય કલાત્મંક છે. શહેરમાં સુંદર બગીચાઓ ઉપરાંત લાખો વૃક્ષો ઉગાડાયાં છે.
💐ગાંધીનગરનું અનોખું આકર્ષણ છે. અક્ષરધામ. ભગવાન શ્રી સ્વાંમીનારાયણની સ્મૃતિમાં સર્જાયેલું આ સંસ્કૃતિ તીર્થ કુલ 23 એકર ધરતી પર પથરાયેલું છે. છ વર્ષના સમયગાળામાં બંધાયેલું આ મંદિર 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબું અને 131 ફૂટ પહોળું છે. મંદિરના મધ્યંસ્થ ખંડમાં ભગવાન સ્વામીનારાયણની સાત ફૂટ ઊંચી સુવર્ણમંડિત મૂર્તિ બિરાજમાન છે.

🍀અડાલજ :
👉ગાંધીનગરથી અમદાવાદના રસ્તે 10 કિમીના અંતરે અડાલજ ગામની ઐંતિહાસિક વાવનું સ્થાપત્ય્ વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. આ વાવ રાણી રુદાબાઈએ તેના પતિ રાજા વીરસિંહની યાદમાં સને 1499 માં બંધાવી હતી. તેને 5 માળ છે. વાવની કુલ લંબાઈ 84 મીટર જેટલી છે.

🍀લોથલ :
👉અમદાવાદની પશ્ચિમે 84 કિમીના અંતરે આવેલા લોથલમાંથી હડપ્પા સંસ્કૃતિના લગભગ ચાર હજાર વર્ષ પૂર્વેના અવશેષો મળી આવ્યા છે. આ સમૃદ્ધ બંદરનો નાશ પૂરને કારણે થયો હોવાનું મનાય છે.

🍀ધોળકા :
👉લોથલની પૂર્વે આવેલા ધોળકા ગામમાં મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ છે. ધોળકા જામફળની વાડીઓ માટે જાણીતું છે. ત્યાંથી દક્ષિ‍ણ-પૂર્વમાં અમદાવાદ-ખેડા જિલ્લાઆની સરહદે ત્રણ નદીઓનાં સંગમ સ્થળે વૌઠાનો મેળો ભરાય છે.