કેન્દ્રીય કર્મચારીઓ ૦II કલાક મોડા આવશે
તો ૦II દિવસનું વેતન મળશે
સરકારી કર્મચારીઓને હવે એલર્ટ રહેવુ
પડશેઃ ફકત
કામના બદલામાં વેતનઃ બાયોમેટ્રીક
એટેન્ડન્સ થકી મોનીટરીંગ
થશેઃ ર૬મી જાન્યુઆરીથી દેશભરની કચેરીઓમાં હાજરીની નવી સિસ્ટમ
શરૂ થશેઃ લાપરવાહી દાખવનારનું ઇન્ક્રીમેન્ટ
અટકશે અને પ્રમોશનને પણ અસર થશે
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર હવે
ઓફિસમાં કર્મચારીઓની હાજરી સુનિヘતિ કરવા માટે
કડકાઇ અપનાવશે. દરેક કર્મચારીનું સતત
મોનીટરીંગ થતુ રહેશે. તમામને બાયોમેટ્રીક
ચીપ લાગેલુ કાર્ડ આપવામાં આવશે.
આનાથી હાજરી પણ પુરાશે અને તે પ્રમોશન અને
ઇન્ક્રીમેન્ટનો આધાર પણ બનશે. વડાપ્રધાન
કાર્યાલયના રાજય મંત્રી જીતેન્દ્રસિંહે
જણાવ્યુ છે કે, નવી વ્યવસ્થાથી કર્મચારીઓ
મોડા આવે છે તે બાબત બંધ થશે. બાબુઓને માત્ર
કામના બદલામાં વેતન મળશે, આળશ માટે નહિ.
નવી વ્યવસ્થા દિલ્હીમાં ૩૧ ડિસેમ્બરથી અને
દેશભરમાં આવેલી કેન્દ્રીય કચેરીઓમાં ર૬
જાન્યુઆરીથી લાગુ થશે.
કાર્ડમાં લાગેલી ચીપ એમટીએનએલ અને
બીએસએનએલ સાથે વીંગ હશે.
આનાથી કર્મચારીઓના લોકેશનની જાણ
થતી રહેશે.
ઓફિસમાં આવતા જતા પહેલા બાયોમેટ્રીક
સિસ્ટમમાં એન્ટ્રી કરાવવી પડશે એટલે કે,
કેટલી વખત આવ્યા અને કેટલી વખત બહાર ગયા તે
પણ નોંધાઇ જશે. એટેન્ડન્સ સિસ્ટમનું દર ત્રણ મહિને
રિવ્યુ થશે. જો બાબુની લાપરવાહી સામે
આવી તો માત્ર ઇન્ક્રીમેન્ટ જ પરંતુ પ્રમોશન પણ
અટકી જશે.
નવી વ્યવસ્થા હેઠળ અડધી કલાકથી વધુ
મોડા પહોંચવા પર
કર્મચારીઓનો અડધો દિવસનો પગાર કપાઇ
જશે એટલે કે અડધા દિવસનો પગાર મળશે.
રોજેરોજ મોડા આવવુ કે બીનજરૂરી રીતે
ઓફિસમાંથી ગાયબ થઇ જનારને લીવ
વીધાઉટ પે માનવામાં આવશે. —